સાલી રાત

સુરજ ની પહેલી કિરણો
જયારે ઘેરી રાત ને આવી ને અડે છે
ત્યારે દિવસ ને શાંતિ થાય છે.
થાય જ ને,
કેમકે ઘોર અંધારા થી એને કોઈ છોડાવવા આવી ગયું છે.
સાલી એ જ ખબર નથી પડતી
કે અજવાળું એટલે પ્રકાશ, સારું, શુભ એમ જ?
અને અંધારું એટલે ડાર્ક, ખરાબ, ડરામણું??
આ એજ અંધારું છે
જેમાં એક યોગી એની જાત ની અંદર ઝંપલાવે છે
અને આ એ જ અજવાળું છે
જેમાં લૂટ નાં પૈસા ની વહેચણી થાય છે.
આ એ જ અંધારું છે
જેમાં બે પ્રેમી ઓ એક બીજા ની હાજરી માં શરીર ઓગાળી દે છે
અને આ એજ અજવાળું છે
જેના સહારે એક શરીર નાં ભાવ નક્કી થાય છે
આ એજ અંધારું છે
જેના લીધે હું આકાશ નાં તારા ઓ ની વચ્ચે મારા સપના નાં મહેલ ચણું છું
અને આ એજ અજવાળું છે
જે પાર્ટી ઓ માં, પ્રસંગો માં મન અને શાંતિ ની વચ્ચે આવી જાય છે
એટલે જ સવાર શુભ કહેવાય છે
સ્ટિરિઓટાઇપ અંધારા થી મુક્તિ મળી શકે છે
અને જીંદગી પાછી નહાઈ ધોઈ ને ફ્રેશ થઇ શકે
પણ સાલી ફરી પાછી રાત આવી જાય છે
એ જ સ્ટિરિઓટાઇપ અંધારું

– By Prasham Trivedi [Title suggested by Harsh Pandya]

Advertisements

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s