મુશાયરો – Sharing some gazals and kavita

આ સફરની વચાળે : મનોજ ખંડેરિયા
ભીડ ભરેલો ભરચક છું હું,
કોલાહલની છાલક છું હું,
ઘડિયાળોની ટકટક છું હું,

આ નગરની વચાળે.
એકાંતે અટવાતો ચાલું,
મારાથી અકડાતો ચાલું,
હું જ મને અથડાતો ચાલું,

આ સફરની વચાળે

Distance : વિપિન પરીખ
એક સાંજે
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતાં હતાં:
“બે માણસને એકબીજાથી દૂર જવા માટે
કેટલું Distance જોઇએ ?“
– વિપિન પરીખ

ટેલિફોન ઉપર ફૂલો મોકલી શકાતાં નથી
અને શબ્દોમાં સુગંધ બીડી શકાતી નથી.
ત્રણ-ચાર મિનિટની વાતોની દોડાદોડમાં
હ્રદય આસાનીથી પ્રગટી શકતું નથી.
કોઈના અવાજની સાથે ચહેરો જોઈ શકાતો હોય તો પણ
પોતે જોયેલાં સુંદર સ્વપ્નાંઓને
પ્રિયજનની પાંપણની અંદર મૂકી શકાતાં નથી.
મૂકી શકાતાં હોત
તો
તમે પણ મારી જેમ રાતભર સૂઈ ન શકત
અને હુંઆ સવારે તમને ફોન ન કરત !
– વિપિન પરીખ

Ending with love from Ramesh Parekh

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે ?  

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,દિવસોની વાત મને યાદ છે,
દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?-  
રમેશ પારેખ

Advertisements

2 thoughts on “મુશાયરો – Sharing some gazals and kavita

  1. વીણી વીણી ને પોસ્ટ મૂકી છે… લાગે છે કે તારા હૈયે કવિતાની પોક મૂકી છે…જેના શબ્દો વારંવાર ચગળવા ગમે…એવી નોટ મૂકી છે…!

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s