મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે== A poem by my fav Vipin Parikh

વિપર્યય…
પિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃઘ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરે છે ઃ
આ પુત્ર મને સાચવશે ખરો?
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.
આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અઘ્ધર ટીંગાઈ રહેતી હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી.
આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી
આજે એ ઉંઘમાંથી ઝબકી ઝબકીને જાગી ઊઠે છે –
પણ બોલતી નથી.
એના ઘૂ્રજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો?
હું એને ટેકો આપી શકે એવું કશું જ કહી નથી શકતો
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે

– વિપિન પરીખ

I have read only three to four verses of vipin parikh but every time i read him every word of him stores directly in my heart……..

According to psychology a young boy is always attracted to mother and a girl is always attracted to father. And at the time of puberty father comes nearer to son and obviously mother comes nearer to daughter, and parents have new dimensions of these relation without affecting old love of child hood…………………..

But when I was in puberty i didn’t have my father around…. actually i lost him when i was only 5………….

And when suddenly I read this poem in todays gujarat samachar (In SHABDA SUR NE MELE by ‘MISKIN’ (Inspired from dostovyeski’s prince myshkin who sounds similar to this?? Who knows….))I can’t hold myselt and from then I was constantly thinking about each word of this poem

And lastly , really મને મારા હાથ કાપી નાખવાનું મન થાય છે…..
Thanks