રોકસ્ટાર: ઘણા ટાઇમે એક એવું મુવી જોવા મળ્યું જેમાં મુવી નહિ પણ પ્રેક્ષકો સેકંડ હાફ સિન્ડ્રોમ થી પીડાતા હોય
ઈમ્તિયાઝ અલી : મને એમ હતું કે આ માણસ ની આખી જીંદગી હળવીફૂલ ફિલ્મો બનાવવા માં જ જશે, એટલે ડાર્ક ફિલ્મો માણવા માટે એના ભાઈબંધ અનુરાગ કશ્યપ નો જ આશરો લેવો પડશે, પણ ઈમ્તિયાઝ અલી એ ડાર્ક પાર્ટ પણ બખૂબી નિભાવ્યો છે. વાહ ગુરુદેવ વાહ
રણબીર કપૂર: પૃથ્વી રાજ કપૂર અને રાજકપૂર ની એક્ટિંગ નો વરસો જાળવવાની તેવડ રાખે છે, માન ગયે મુઘલે આઝમ….
નરગીસ ફખરી: ઉંમર ના નડે તો આ બીજી કેટરીના કૈફ છે, દસકો પૂરો થતા પહેલા એક્ટિંગ શીખી જશે….
શમ્મી કપૂર સાહેબ : એન્ટ્રી જ એટલી સરસ છે કે વાત ના પૂછો, ફિલ્મ ના ડાર્ક ટોન માં હળવાશ લાવવા માં નરગીસ અને શમ્મી સાહેબ નું કામ લાજવાબ છે, ડીકોટોમી ઓફ ફેમ [મારું પોતાનું ટ્રાન્સલેશન : પ્રતિષ્ઠા ના બે ચહેરા] લાજવાબ.
એ.આર.રહમાન, મોહિત ચૌહાણ : લાજવાબ. [બાકી જે કઈ કહેવાનું છે એ રીપીટેશન જ છે એટલે નથી લખ્યું]
આ સિવાય પણ ફિલ્મ ના બીજા અનસંગ રોકસ્ટાર પણ છે જેમકે
ગીટાર ટીમ: જેણે લીધે રોકસ્ટાર ને ઓથેન્ટિક ટચ મળ્યો છે.
અદિતિ રાવ હૈદરી: નાનો પણ લાજવાબ રોલ.
આરતી બજાજ : એના એડીટીંગ ને લીધે પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ગીત કટકે કટકે આવતું હોય અને એ પ્રયોગ ગમ્યો હોય: કત્તિયા કરૂ, સદ્દા હક માં વચ્ચે રણબીર ની કોમેન્ટ્રી , ડીકોટોમી ઓફ ફેમ કે પછી પહેલા હાફ માં રણબીર અને નરગીસ ની લવ સ્ટોરી, એક સારી ફિલ્મ ની પાછળ એક સારો/સારી એડિટર ની જરૂર છે એ ફરી એક વાર સાબિત થાય છે…..
પીયુષ મિશ્રા : ઓલમોસ્ટ વેડફાય છે, પૃથ્વી બના જેવો રોલ એને બીજી વાર ક્યારે મળશે એની આતૂરતા થી રાહ જોવાય છે.
જેણે જેણે રોકસ્ટાર નથી ગમ્યું એના માટે એક સલાહ: ડાર્ક વસ્તુ ઓ કપડા ના કલર કે ચોકલેટ પુરતી જ માર્યાદિત ન રાખો, ડાર્ક ફિલ્મો પણ જુઓ, નસીબ જોગે આપણે એવી ટેવ પડી પણ નથી અને પાડવા માં આવી પણ નથી……
અરે યાર તમે તો બહુજ સારૂં લખો છો, તમારી પોતાની એક અલગ જ શૈલી છે, આ શૈલી જાળવી રાખો એવી શુભેચ્છા!
Thanks a lot sir, તમારા જેવા સીનીયર બ્લોગર્સ ના આવા વખાણ ઉત્સાહ માં અનેક ગણો વધારો કરે છે. આશા રાખીએ કે તમને આવી જ મજા આવતી રહે…