न था कुछ तो खुदा था, कुछ न होता तो खुदा होता डुबोया मुझको होने ने,न होता मैं तो क्या होता? हुआ जब ग़म से यूं बेहिस तो ग़म क्या सर के काटने का न होता गर जुदा तन से तो जुनून पर धरा होता हुई मुद्दत के 'ग़ालिब' मर गया पर याद आता है वो हर एक बात पे कहना,के यूं होता तो क्या होता?
યું હોતા તો ક્યા હોતા, આવું થાત તો શું થાત…. દરેક ના મન માં દર વખતે આ વિચાર ટપકી પડે છે, ઓલી ફેમસ જોક પ્રમાણે, મોબાઈલ અને જીવન સાથી પસંદ કાર્ય પછી તો ખરુજ, કે આનાથી સારો માલ મળ્યો હોત તો શું થાત… જોક્સ અપાર્ટ પણ દર વખતે લોકો ના મન માં આવું જ થાય છે. મેં કોમર્સ ને બદલે સાઈન્સ રાખ્યું હોત તો, માસ્ટર ડીગ્રી કરવા ને બદલે જોબ મળી ગઈ હોત તો, બોન્ડ ના પૈસા જતા કરવા ને બદલે એ ને એ જ કંપની માં જ જાળવી રાખ્યું હોત તો… જીંદગી એ ન હોત જે અત્યારે છે.
જરા વિચારો, સુભાષ ઘઈ એ પોતાની મહાબકવાસ યુવરાજ માટે “જય હો” બનાવરાવ્યું હતું, પણ વાર્તા માં કઈ મેળ નો પડ્યો એટલે આ ગીત યુવરાજ માંથી કાઢી નાખ્યું, અને પાછળ થી ડેની બોયલ ને સ્લમડોગ માટે આપી દીધું, જરા વિચારો, સુભાષ ઘઈ એ આ ગીત એની ફિલ્મ માં પરાણે ઘુસાડી દીધું હોત તો?? વિચારો, જે આખી દુનિયા જય હો જય હો ગાય છે એ ગાત? આ સામાન્ય ગીત યુવરાજ જેવી ફિલ્મ માં ક્યાય ખોવાઈ ગયું હોત, અને સ્લમડોગ ના બીજા નંબર્સ ના વખાણ થયા હોત….. પણ સહુથી મોટી વાત, શું એ આર રહમાન ને ઓસ્કાર મળ્યો હોત? અને ના જ મળ્યો હોત તો અત્યારે એની લાઈફ કેવી હોત? ઓસ્કાર ને લીધે સર્જાયેલી વ્યસ્તતા ના હોવાને લીધે એણે આસુતોષ ગોવારીકર ની “વોટ્સ યોર રાશી” પણ કરી હોત અને આપણને સુહેલ સેન નો ય પરિચય ના થાત….. કેટ કેટલી કલ્પના ના ઘોડા ડર્બી રેસ માં ભાગતા હોય એ હદે દોડે છે.
આ જ વસ્તુ નું નામ છે ઓલ્ટર્નેટીવ કે ઓલ્ટરનેટ હિસ્ટ્રી, જે નથી થયું એ થઇ ગયું હોત તો આપણી જીંદગી કેવી હોત એની કલ્પના અને એના આધારે ચણાયેલા મિનારા ને માણવાની મજા.
ઈતિહાસ એક એવી વસ્તુ છે જેમાં જે થયું છે એની વાસ્તવિકતા કરતા જે નથી થયું એની કલ્પના વધારે રોમાંચક છે, જોકે આપણે અહિયાં ઈતિહાસ ટેક્સ્ટ બૂક અને કેટલાક ઈતિહાસકારો ની જડ્બુદ્ધી માં જ સમાઈ ગયો છે, એટલે આપડે હિસ્ટરી તો ઠીક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી માં પણ કોઈ રસ કે વાટકો નથી. પણ પશ્ચિમ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી, સિક્રેટ હિસ્ટરી બહુ ચગ્યા છે. તો ચાલો જાણી લઈએ ઓલ્ટર્નેટ હિસ્ટ્રી એટલે શું?
પહેલા તો આ શબ્દ નું ડીસેક્શન કરીએ તો એ શબ્દ ના બે ભાગ છે, ઓલ્ટર્નેટ અને હિસ્ટ્રી, ઓલ્ટર્નેટ એટલે બદલાઈ ગયેલું અને હિસ્ટ્રી એટલે ઈતિહાસ, એટલે ઈતિહાસ માં જે થયું હતું એ ના થયું હોત, ટાળી શકાયું હોત અથવા તો જે નથી થઇ શક્યું એ થયું હોત તો? જેમ કે, હિટલર નો જન્મ જ ન થયો હોત તો[જેના પર સ્ટીફન ફ્રાઈ એ "મેકિંગ હિસ્ટ્રી" લખી છે] ? કે વાસ્કો દ ગામા પોર્ટુગલ પાછો જ ના ગયો હોત તો [જેના પર પ્રભુદેવા,જેનેલિયા ડી'સુઝા ની સાઉથ ઇન્ડિયન "ઉરુમી" આવી છે]? અને પછી આ સવાલો ના જવાબ શોધવાની મથામણ અને એનાથી બનતી રચના એટલે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી.
અને સિક્રેટ હિસ્ટ્રી એટલે એવી સત્ય કથા કે ફિક્શન જે એવી હિસ્ટ્રી પર પ્રકાશ ફેકવાની ટ્રાઈ કરે છે જે થયું છે [હોઈ શકે છે] પણ સામાન્ય જનતા ને ખબર નથી. જેમકે ઇસુ અને મેરી મેગ્ડેલીન નો સંબંધ, ડેન બ્રાઉન, નીકોસ કાઝંત્ઝાકીસ જેવા લેખકો ની “દા વિન્ચી કોડ” કે “લાસ્ટ ટેમ્પટેશન” જેવી રચના ઓ સિક્રેટ હિસ્ટ્રી માં આવે, ઉપર વાત કરી એ ફિલ્મ ઉરુમી પણ સિક્રેટ હિસ્ટ્રી છે જેમાં વાસ્કો દ ગામા ની હત્યા નો પ્લાન ફેઈલ જાય છે. અને મારી જેવા ઘણા લોકો છે જે સિક્રેટ હિસ્ટ્રી અને ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ને સરખી ગણે છે. કેમકે બંને માં ઘણું સામ્ય છે, એક તો એ બંને કલ્પના જ લાગે છે, બંને ઈતિહાસ ના કોઈ એક પોઈન્ટ થી ફંટાય છે, પણ ઉડી ને આંખે વળગે એવો ફરક છે ટ્રુથ અને ફિક્શન વચ્ચે નો… સિક્રેટ હિસ્ટ્રી માં ટ્રુથ હોય કે ફિક્શન હંમેશા ટ્રુથ ની ખુબ નજીક રાખવી પડે છે. જયારે ઓલ્ટર્નેટ હિસ્ટ્રી માં તમે કલ્પના ના ઘોડા છુટ્ટા મૂકી શકો છો.
જેમકે, માની લ્યો કે હિટલર ને મારવા એક જાસૂસ મોકલ્યો છે, આ ઉપર થી એક સિક્રેટ હિસ્ટ્રી લખવી છે અને એક ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી પણ લખવી છે. હવે જો સિક્રેટ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ ને એક નામ આપવું પડે, એને યોગ્ય રીતે જર્મની પાર્સલ કરવો પડે, હિટલર ની નજીક લાવવો પડે અને પછી એક પરફેક્ટ એસેસિનેશન[હત્યા] નો પ્લાન બનાવરાવવો પડે, અને પછી આખી વાત ને મૂળ હિસ્ટ્રી ની સાથે જોડવા આ જ પ્લાન ને ફેઈલ પણ કરવો પડે. પણ જો ઓલ્ટર્નેટીવ હિસ્ટ્રી રાખવી હોય તો એ જાસૂસ તરીકે આપડો જેમ્સ બોન્ડ પણ હાલે, એકાદ જર્મન સુંદરી [મોટે ભાગે એક એક્ટ્રેસ રાખી દઈએ] ની મદદ થી હિટલર સુધી પહોચાડી દેવાનો, બે ત્રણ તોડ ફોડ અને એમાં હિટલર ની હત્યા.
ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના ઘણા બધા ઉદાહરણો પશ્ચિમ માંથી મળે છે. જેમકે હમણાં જ શરુ કરેલી ગેમ ફ્રીડમ ફાઈટર્સ જેનો કન્સેપ્ટ જ એ છે કે શિતયુદ્ધ માં રશિયા નો હાથ ઉપર રહે છે અને અમેરિકા સામ્યવાદી બની જાય છે, આપણે એમાં ફ્રીડમ ફાઈટર્સ બની ને અમેરિકા ને સામ્યવાદી ઓ ના હાથ માંથી છોડાવવાનું છે. [આડ વાત: ગેમ નું મ્યુઝીક પણ જબરદસ્ત છે, કોઈ ની પાસે હોય તો લિંક આપવા વિનંતી]. ક્વેનટીન ટારાન્ટીનો [ગાળ નથી નામ છે] ની લેટેસ્ટ “ઇન્ગ્લોરીયસ બાસ્ટર્ડસ” જેમાં અમેરિકન યહૂદી સૈનિકો હિટલર, ગોબેલ્સ, રોમેલ અને હિમ્લર [નાઝી પાર્ટી ના મોટા માથા] ને પતાવી દે છે. પશ્ચિમ માં જ લોકપ્રિય થયેલી સીરીઝ “ડોક્ટર વ્હૂ” ના થોડા ઘણા એપિસોડ માં ઓલ્ટર્નેટ હિસ્ટ્રી આવે છે, જેમાં એક માં અગાથા ક્રિસ્ટી ૧૧ દિવસ માટે ગાયબ થઇ ગઈ હતી એ દિવસો એણે ડોક્ટર વ્હૂ ની સાથે ગાળેલા એવું દેખાડે છે.[સોર્સ વિકિપીડિયા]. આવા તો ઘણા સોર્સ છે જે તમે વિકિપીડિયા ના ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ના પેજ પર થી જોઈ શકો છો.
વિચારો, જો આવી ઓલ્ટર્નેટ હિસ્ટ્રી ભારત માં થઇ હોત તો? વિભીષણ રામ ને મળ્યા જ ન હોત તો? પાંડુ ને માદ્રી પર કામાવેગ ઉત્પન્ન ના થયો હોત તો? કંસે પ્રથમ બાળક ના જન્મ પછી વાસુદેવ ને દેવકી ને અલગ કરી દીધા હોત તો? જલિયાવાલા બાગ ની ઘટના પછી અંગ્રેજો એ દેશ છોડી દીધો હોત તો? ખલાસી ઓ નો બળવો ન થયો હોત તો? ઇન્દિરા ગાંધી અચાનક અજ્ઞાતવાસ માં રહ્યા હોત અને અત્યારે બહાર આવત તો? અને મારી મનગમતી કલ્પના દિવ્યા ભારતી એ આપઘાત ના કર્યો હોત તો? વિચારો વિચારો….. તમેય વિચારો….. હું તમને મારા મગજ માં દોડાવેલા તુક્કા ઓ ફરી ક્યારેક કહીશ.. ત્યાં સુધી હેવ અ હેપ્પી વિક એન્ડ…….
super article……….and awesome topic choice………..bravo bravo……………!!!………
Vichar to karo..aa article Shatdal na front page par aave to..? ha ha……
Hehehehe, aavu thay e alternate history j chhe.
Great dost…Dhin-chak Post…!!!
ક્વેનટીન ટારાન્ટીનો [ગાળ નથી નામ છે]
mast…comment…
Hmm Have to be funny somewhere…
a vanchi ne safari na 100th ma collective issue ma JO ANE TO ni vat yad avi jay che..super choise of topic…ane mast content..ane peli satdal ni comment kadach altrnative histroy na pan hoy..realy enjoyable reading..
E Secrete History rakhie…..Thanks for your kind words and appreciation…..
Ane ha safari no JO ANE TO no lekh aa weekend ma ghare jai ne vachi joish, thanks for pointing out…
ખૂબ સરસ. અગાઉ મેં એક બ્લોગ લખ્યો હતો – “લો ઓફ કેટસ્ટ્રફી : એવું નથી થયું એટલે તો આવું થયું છે…”
તેની લિન્ક આ રહી : http://wp.me/pfwbP-A
It’s an honor to have your comments thanki babu!!
આ પોસ્ટ અમારા ટીમ બ્લોગ પર પણ છે અને એના પર બે આર્ટીકલ ની એક સીરીઝ પણ છે. જે તમે નીચે ની લિંક પર જઈ ને વાચી શકો છો. આશા રાખીએ છીએ કે તમને આવી જ મજા આવે .
http://mountmeghdoot.wordpress.com/category/feelings-and-thoughts/alternate-history/
superb article
Thanks